સોલાર ફેન્સીંગ યોજના 2023: I-KHEDUT પોર્ટલ સોલાર ફેન્સીંગ યોજના 20232 । Solar Fencing Scheme 2023 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખૂલું મુકવામાં આવ્યું છે. આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા 15000 બેમાંથી જે ઓછુ હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર તારીખ 08/11/2023 સુધી અરજી કરવાની રહેશે.
જે પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓ ઓનલાઈન વેબસાઈટ મારફતે અરજી કરી શકશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત અને સત્તાવાર વેબ સાઈટ પર જાઓ.
ગુજરાત સોલાર ફેન્સીંગ યોજના માટે સહાય
કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.
સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 15000/- બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાંથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પેહલા ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
સદર કીટ માટે 10 વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
તારીખ : 09-10-2023 થી તારીખ 08-11-2023 દરમ્યાન આ યોજનાનો લાભ લેવા અરજી કરવાની રહેશે.
ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના ધરવતા હોય, તો પણ અરજી કરી શકાય છે.
જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારા મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડૂતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ 2023-24થી પ્રથમ વખત અરજી કરતા હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઈ કાર્ય બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
અરજી અપડેટ / કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.
અરજી કન્ફર્મ થયા પછી જ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.
અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઈનમાં મેસેજ વાંચો.
અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.
કન્ફર્મ નહિ કરેલ અરજી iKHEDUT Portal ઉપર લેવાયેલ ગણાશે નહિ. તે ફક્ત ડેટા સેવ કરવાની સુવિધા માટે છે.
સોલાર ફેન્સીંગ યોજના 2023 અરજી કરવાની પદ્ધતિ
સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
ખેતીવાડી ની યોજનાઓ ઓપ્શન પસંદ કરો.
સોલાર ફેન્સીંગ યોજના 2023ની સામે “અરજી કરો” ઓપ્શન આપેલ તેમાં ક્લિક કરો
તમે રજિસ્ટર્ડ અરજદાર છો? પ્રશ્ન પૂછવામાં આવશે હા / ના માં જવાબ આપવાનો રહેશે.
જો નથી તો ઉપર સૂચનામાં આપેલ સ્ટેપ મુજબ રજીસ્ટ્રેશન કરો અને અરજી કરો
જો છો તો હા સિલેક્ટ કરો.
આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર લખીને કેપ્ચા નંબર નાખો પછી સબમિટ કરવાથી રજીસ્ટ્રેશન મોબાઈલ પર OTP નંબર SMS થી જશે.
OTP નંબર લખો અને આગળ વધો.
તમારી માહિતી ભરેલી આવશે, ખૂટતી માહિતી ભરો અને અરજી સેવ કરો.
જો સુધારા વધારા જરૂરી હોય તો અરજી અપડેટ કરવા ક્લિક કરો.
હવે અરજી કન્ફર્મ કરવા માટે “અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો”
કન્ફર્મ થયેલ અરજી પ્રિન્ટ કરો.
અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજીયાત છે. આપનાં દ્વારા કરાયેલ આ અરજીની પ્રિન્ટ લઇ આપની પાસે જ રાખવાની રહેશે. અરજી અન્વયે ખરીદી કરવા માટેની પૂર્વમંજુરી આપવામાં આવે અને આપનાં દ્વારા પૂર્વ મંજુરી મુજબ સાધન / સામગ્રી નિયત સમયમર્યાદામાં નિયમોનુસાર ખરીદ કરી, પૂર્વ મંજુરીનાં હુકમમાં દર્શાવેલ તમામ આધાર પુરાવા તથા આ અરજીની સહી વાળી નકલ સાથેના દર્શાવેલ આધાર પુરાવા સહાય દરખાસ્ત સાથે રજુ કરવાના રહેશે.
આ લેખ દ્વારા, અમે તમને સોલાર ફેન્સીંગ યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપસાથે જોડાઓ.