Today Rain Forecast આજથી વાતાવરણમાં પલટો આજે ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી

Today Rain Forecast: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 16 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બોટાદના રાણપુરમાં એક ઈંચ વરસ્યો હતો. ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે. જે આવનારા 2 દિવસમાં આગળ વધે તેવી સંભાવના છે.

સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ મોરના વાહન સાથે ગઈ કાલે તારીખ 21/06/2024 ના રોજ થઈ ગઈ છે. બીજી બાજુ હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો હોવાથી ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Today Rain Forecast

આજે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે. આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ, ગોંડલ, જસદણ, વિછીયા, સુરેન્દ્રનગર, બોટાદ, ધંધુકા, અમદાવાદ, વિરમગામ અને રાધનપુર સહિતના છુટા છવાયા વિસ્તારોમાં બપોર બાદ ઝાપટાથી લઈને હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

Today Rain Forecast: આ સિવાય બાકીના સૌરાષ્ટ્રમાં અમુક સમિતિ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તો આવતીકાલે વરસાદના વિસ્તારમાં મોટો વધારો થશે.

આજથી દક્ષિણ ગુજરાતના તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરતાના તાપી, નર્મદા, ડાંગ, આહવા, સાપુતારા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં આવતીકાલથી વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે.

જ્યારે બાકીના દક્ષિણ ગુજરાતના ભાગો તેનજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે.

જ્યારે કચ્છના અંજાર, ભુજ, ગાંધીધામ અને ખાવડા આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળશે અને અહીં આ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ શકે છે. આ ઉપરાંત અમુક સિમિત વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

આવતીકાલે વરસાદના વિસ્તારમાં ખૂબ જ મોટો વધારો થશે અને કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડશે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment