Very heavy rain : 3-4 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં 15 થી 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડ્યો છે. ત્યારે 23 24 અને 25 તારીખ વરસાદના રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Very heavy rain :-23 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?
23 તારીખના રોજ છ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ નો સમાવેશ થાય છે. આ જિલ્લાઓના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર માં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
24 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?
Very heavy rain : 24 તારીખ ના રોજ ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલીમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળ પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભરૂચ અને નર્મદામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે.
25 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?
Very heavy rain 25 તારીખના રોજ ત્રણ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યો છે. વલસાડ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |