દિર વિવાદમાં VHPનો હુંકાર, કહ્યું હનુમાનજી કોઈના દાસ નથી પરંતુ સનાતન ધર્મના બાપ છે. કોઈપણ સંજોગોમાં આ ભીંતચિત્રોને હટાવીને જ રહેશું.
વડતાલના નૌતમ સ્વામીએ આપેલ નિવેદનને હિન્દુ સંગઠનના આગેવાઓએ સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. તેમજ ધર્મની સાથે ચેડા થઇ રહ્યા છે તેને હિન્દુ સમાજ ક્યારેય સાખી નહિ લે.. આ શબ્દો છે
હાલમાં ગુજરાતમાં એક જ મુદ્દો ગાજી રહ્યો છે. રાજકીય સામાજીક અને ધાર્મિક ગલીઓમાં વિવિધ હિન્દુ સંગઠનો સાળંગપુર હનુમાનજી મંદિર પહોંચ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે.
દિર વિવાદમાં VHPનો હુંકાર, કહ્યું
ત્યારે VHPએ આ મામલે કહ્યું કે કોર્ટ કચેરી કરતા લોકશાહી છે અને લોકોની જે માંગ છે તેની સાથે નૌતમ સ્વામીએ રહેવું જોઈએ. સંત સમિતિમાંથી સનાતન ધર્મના ધર્મ ગુરુઓએ રાજીનામુ આપવું જોઈએ તેવી હિન્દુ સંગઠનોએ માંગ કરી છે.
તો આ તરફ બોટાદ જિલ્લાના VHP પ્રમુખે જણાવ્યું છે કે હનુમાજી મહારાજ કોઈના દાસ નથી પરંતુ સનાતન ધર્મના બાપ છે જેથી કોઈપણ સંજોગોમાં આ ભીંતચિત્રોને હટાવીને જ રહીશું. તો વળી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોબ દિલ્હી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં PM મોદી સાથે 25 સુધી અંગત બેઠક પણ યોજવામાં આવી હતી.
રાજકીય સુત્રો એવું કહી રહ્યા છે કે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી વચ્ચે આ સાળંગપુર મંદિર વચ્ચે વિવાદ અંગે વાતચીત કરવામાં આવી છે અને વિવાદને શાંત પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.
એ જ રીતે બોટાદમાં આવેલા રોકડિયા હનુમાન મંદિરના મહંત અને અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદ અખાડાના મહંત પરમેશ્વર મહારાજે આ મુદ્દે 24 કલાકનું અલ્ટીમેટન આપ્યું છે.
કહ્યું છે કે 24 કલાકમાં સાળંગપુરમાંથી વિવાદિત ભીંતચિત્રો હટાવવામાં નહીં આવે તો અમે હથિયાર ઉપાડવા માટે તૈયાર છીએ. હું બંને ભૂજા ઉઠાવીને પ્રણ કરું છું કે આ લોકો નહીં સુધરે તો સનાતન ધર્મના રક્ષણ માટે હું તેમનો વધ કરી નાખીશ.
Important Link
વધુ માહિતી માટે | અહીં ક્લીક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લીક કરો |