વર્લ્ડ કપ સેમી ફાઇનલ મા હજુ ટકરાઇ શકે છે ભારત- પાકિસ્તાન, જાણો શું છે સમીકરણો

વર્લ્ડ કપ સેમી ફાઇનલ: વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ નો હાલ લીગ રાઉન્ડ ચાલી રહ્યો છે અને ક્રિકેટ વર્લ્ડ કપ રોમાંચક બનતો જાય છે. સેમી ફાઇનલ મા પહોંચવા માટે 3 ટીમો વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે.ભારતે પોતાની 6 માથી 6 મેચ જીતી 12 પોઇન્ટ સાથે સેમી ફાઇનલ મા જગ્યા સુનિશ્વિત કરી લીધી છે. બાકીની 3 ટીમો વચ્ચે રેસ ચાલી રહી છે.

વર્લ્ડ કપ સેમી ફાઇનલ

સેમી ફાઇનલ મા પહોંચવા માટે ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રીકા, પાકિસ્તાન અને અફઘાનીસ્તાન વચ્ચે રેસ ચાલી રહી છે. જેમા જો અને તો ના સમીકરણો વચ્ચે હજુ પણ પાકિસ્તાન સેમી ફાઇનલ મા પહોંચી શકે છે. ચાલો જાણીએ પાકિસ્તાન ના સેમી ફાઇનલ મા પહોંચવા માટેના સમીકરણો શું છે.

હજુ પણ વર્લ્ડ કપના સેમી ફાઇનલ મા ભારત અને પાકિસ્તાન ની ટક્કર થઇ શકે તેવા સંજોગો છે. કારણ કે વર્લ્ડ કપ મા ભારત પાક્સિતાન ના મેચનો ક્રિકેટ રસિકો મા ખૂબ જ ક્રેઝ હોય છે.

ભારતે તેની પ્રથમ 6 મા થી 6 મેચ જીતી પોઇન્ટ ટેબલ મા પ્રથમ સ્થાન સાથે સેમી ફાઇનલ મા જગ્યા બનાવી લીધી છે. અને બાકીની 3 મેચ જેમા નેધરલેન્ડ, શ્રીલંકા અને સાઉથ આફ્રીકા સામે રમાનાર હોઇ ભારત લીગ રાઉન્ડ મા પ્રથમ નંબરે જ રહે તેવી પુરી શકયતાઓ છે. પ્રથમ સેમી ફાઇનલ પ્રથમ અને ચોથા નંબર ની ટીમ વચ્ચે રમાનાર છે. આ જોતા જો પાકિસ્તાન 4 નંબર પર સેમી ફાઇનલ મા ક્વોલીફાઇ કરે તો ભારત-પાકિસ્તાન ની મેચ શકય બને. ચાલો જોઇએ પાકિસ્તાન ના સેમી ફાઇનલ મા પહોંચવા માટેના સમીકરણો શું છે ?

  • પાકિસ્તાન: પાકિસ્તાન ના હાલ 7 મેચ મા 6 પોઇન્ટ છે. તેની બાકીની 2 મેચ તેણે ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સામે મોટા માર્જીનથી જીતવી પડે. તો પાકિસ્તાન ના 10 પોઇન્ટ થાય.
  • ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડ ના હાલ 8 પોઇંટ છે અને તેની 3 મેચ બાકી છે. આ મેચ પાકિસ્તાન, અફઘાનીસ્તાન અને સાઉથ આફ્રીકા સામે છે. ન્યુઝીલેન્ડ તેની આ ત્રણેય મેચ હારી જાય અથવા 1 મેચ ઓછા માર્જીનથી આફ્રીકા કે અફઘાનીસ્તાન જીતે તો તેના 8 અથવા 10 પોઇન્ટ થાય.
  • અફઘાનીસ્તાન: અફઘાનીસ્તાન તેની બાકી ની 3 મેચ જે તેને ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડ સામે રમવાની છે તેમાથી 2 મેચ હારે તો તેના 8 પોઇન્ટ થાય.

ક્રિકેટ એ અનિશ્વિતતાઓ ની રમત છે. કયારે કઇ ટીમ કોને હરાવે તે નક્કી ન કહી શકાય. અને આ બાબત ચાલુ વર્લ્ડ કપ મા નોંધાઇ છે. દરેક વર્લ્ડ કપ મા એકાદ અપસેટ સર્જાય છે. પરંતુ ચાલુ વર્લ્ડ કપ મા 4-5 મેચમા ઉલટફેર થયા છે. જેમા નેધરલેન્ડે સાઉથ આફ્રીકા ને હરાવી અપસેટ સર્જયો હતો. તો અફઘાનીસ્તા ની સામાન્ય ગણાતી ટીમ ઇંંગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાન જેવી દિગ્ગજ ટીમોને હરાવી સેમી ફાઇનલ ની રેસમા આવી ગઇ છે.

Important Link

ICC WORLD CUP Official Website અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો
Follow us on Google News Click here

Leave a Comment