Write in the palm રાજ્યમાં આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 17 જૂને ધોધમાર વરસાદ પડે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. જેને લઈને હાલ ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. અંબાલાલની આગાહી અનુસાર આજે એટલે કે નવ જુનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના છે.
Write in the palm
દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરાઈ છે. 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને 12 જૂને મુંબઈ અને દક્ષિણ ગુજરાતમં વરસાદ પડી શકે છે. 17 જુને એક સાથે બે વોલ માર્ક લો પ્રેશરના કારણે ભારે, પૂર આવે તેવો વરસાદ પડવાની સંભાવના છે. 17 જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલે જણાવ્યુ કે રાજ્યમાં પવનની ગતિ તેજ રહેશે અને રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે. આ સિવાય ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં લગભગ 60થી 70 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. 9 જુને ગુજરાતના ભાગોમાં હવાનુ દબાણ સર્જાતા આંધી વંટોળનું પ્રમાણ વધશે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |